🔥 TRENDING संविधान दिवस पर कानपुर जोनल कार्यालय म... 🚔 ਐਸ.ਐਸ.ਪੀ. ਤਰਨ ਤਾਰਨ ਵੱਲੋਂ ਨਵੇਂ ਐਸ.ਐਸ... चैनपुरा के सरपंच मोती लाल गुर्जर का प... મહેસાણા પોલીસએ રામોસણા બ્રીજ પાસે પંકજ... સાબરડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો, પ... Kannada Film 'Marriage Party' Trailer...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો, પશુદાણના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નહીં..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 04:20 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરડેરી નિયામક મંડળની બેઠકમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો, અને પશુદાણના ભાવમાં ઘટાડાની શક્યતા નથી, કારણ કે કાચા માલના ભાવમાં વધારો થયો છે..

સાબરડેરીની નિયામક મંડળની બેઠક આજે યોજાઈ.જેમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં વધારો અને પશુદાણના ભાવ અંગે ચર્ચા કરવામાં આવી.બેઠકમાં અન્ય દૂધ સંઘો દ્વારા ચૂકવવામાં આવતા ભાવની સરખામણી કર્યા બાદ જો અન્ય સંઘો દૂધના ખરીદ ભાવમાં વધારો કરે તો સાબરડેરી પણ તે મુજબ ભાવ વધારવાનો નિર્ણય લીધો..

પશુદાણના ભાવ અંગે સમીક્ષા કરવામાં આવી,જેમાં ડીઓઆરબી,મકાઈ સહિતના કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે.હાલ પશુદાણનું ઉત્પાદન પ્રોફિટ-લોસ ધોરણે થઈ રહ્યું છે અને કેટલીક ખોટ સહન કરીને પણ પશુપાલકોને પૂરું પાડવામાં આવે છે.કાચા માલના ભાવમાં ઘટાડો થાય તો ભવિષ્યમાં પશુદાણના ભાવ ઘટાડવાની વિચારણા કરવામાં આવશે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.સાબરડેરી પશુપાલકોને યોગ્ય દૂધના ભાવ સાથે ઉચ્ચ ગુણવત્તાનું પશુદાણ પૂરૂં પાડવા માટે પ્રયત્નશીલ છે.
📲Get App