🔥 TRENDING વિરમગામ ટાઉન પોલીસની ટ્રાફિક ડ્રાઇવ આડ... ओढ़नपुर ओवरब्रिज पर पति-पत्नी की मृत्य... Aquí Wins IFFI 2026 Golden Peacock for... Dr. Hassan: Nawazuddin Siddiqui and Di... હારીજ પોલીસએ હાઈવે ચાર રસ્તા પર વાહન ચ... మృతుల కుటుంబాలను పరామర్శించిన కాబోయే...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપળા જિલ્લા પુસ્તકાલયની મુલાકાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Nov 2026, 05:19 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ૭૨ કલાકના વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે રાજપીપળા સ્થિત સરકારી જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પુસ્તકાલયની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવા વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ યુવાનો સાથે અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકિર્દીના લક્ષ્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને એકાગ્રતા, સતત મહેનત તથા દૃઢ નિશ્ચય સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે યુવાનોને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી પોતાના પરિવાર, સમાજ અને જિલ્લાનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર. પટેલ, નાંદોદના મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરી તથા જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી દર્પણ વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App