🔥 TRENDING सुल्तानगंज में 17से 20दिसंबर 7तक होगा... *“ ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಜನವಾಡಾ ಪೊಲೀಸರಿಂ... India Highlights Manufacturing and Exp... OTT Binge List: 5 Top Films & Shows St... Salman Khan's Maatrubhumi Cleared By C... Namit Malhotra Announces OTT Release D...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ટાઉન પોલીસની ટ્રાફિક ડ્રાઇવ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી

✍️ Reporter: Gilani Asikali 🗓 29 Nov 2026, 05:40 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં વાહનચાલકોને ઓનલાઇન મેમો ફટકારાયા, જ્યારે 20 વાહનો સામે સ્થળ પર દંડની કાર્યવાહી કરાઈ
વિરમગામ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા અને વાહનવ્યવહાર વ્યવસ્થિત બનાવવા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ઓવરલોડિંગ તેમજ આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણરૂપ બનતા ટુ-વ્હીલર વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 18 ઓનલાઇન મેમો આપવામાં આવ્યા હતા તેમજ 20 વાહનો સામે સ્થળ પર દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અને જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ ન થાય તેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App