🔥 ट्रेंडिंग संविधान दिवस पर कानपुर जोनल कार्यालय म... 🚔 ਐਸ.ਐਸ.ਪੀ. ਤਰਨ ਤਾਰਨ ਵੱਲੋਂ ਨਵੇਂ ਐਸ.ਐਸ... चैनपुरा के सरपंच मोती लाल गुर्जर का प... મહેસાણા પોલીસએ રામોસણા બ્રીજ પાસે પંકજ... સાબરડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો, પ... कन्नड़ फिल्म 'मैरेज पार्टी' का ट्रेलर...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા કરી અપીલ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 26 नव. 2026, 04:09 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
,

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ યુવાનોને શિક્ષણની સાથે સમાજ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. બંધારણ દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ જવાબદાર નાગરિક બનવાની પ્રતિજ્ઞા લીધી અને બંધારણના આમુખનું સામૂહિક વાંચન કર્યું હતું.

મંત્રીશ્રીએ એનસીસીના વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરી તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિબિરોના અનુભવો જાણ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, શિક્ષણ અધિકારી કિરણબેન પટેલ, કોલેજોના આચાર્યો, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App