🔥 TRENDING Actor S Devan switches from Kerala BJP... Shashi Tharoor calls gender bias findi... Study Finds Saudi‑Returned Kerala Musl... Comedian Anubhav Singh Bassi Announces... Telangana High Court Rules Wife’s Advo... Northeast Women Face ‘Other’ Tag in An...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર સત્યાવીશ પર વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈ અદાણી ગ્રુપ કંપની દ્વારા રોડની કામગીરી હાથધરવામાં આવી

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 24 Aug 2026, 01:40 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ પ્રેસ નોટ : સાંતલપુરમાં નેશનલ હાઈવે સત્યાવીશ પર રોડની કામગીરી શરૂ
સાંતલપુર, પાટણ:
સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર સત્યાવીશ પર વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈ અદાણી ગ્રુપ કંપની દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પર કામગીરીની મુલાકાત દરમિયાન ત્યાંના હોદ્દેદારો સાથે ચર્ચા કરી રોડનું કામ શરૂ કરતા પહેલા વાહનચાલકોની સલામતી, કામની મજબૂતાઈ અને ગુણવત્તા અંગે ખાસ ધ્યાન આપવા રજૂઆત કરવામાં આવી હતી. વરસાદ બાદ ફરીથી ખાડા ન પડે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે રોડની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ હાઈવે પર વાહનચાલકો દ્વારા ટ્રાફિક અને પરિવહનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સાંતલપુરથી અવરજવર કરતા તમામ ડ્રાઈવર ભાઈઓએ રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે નક્કી કરેલી ઝડપ, લાઈટ, સલામતીના નિયમો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
રોડની કામગીરી સાથે વાહનચાલકોની સલામતી જળવાય અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સંબંધિત તંત્ર અને કંપની દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
📲Get App