🔥 TRENDING Chief Minister Announces Plan to Set U... Nandigram By-Poll Seen as Chance to Re... West Bengal Medical Council Cancels Bi... Bihar Board Announces Half-Yearly Exam... Nitish Kumar Resigned as Bihar CM on H... Amritsar: Accused in ASI Harjit Singh...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ યુવા દિન નિમિત્તે રાજકોટ ગાર્ડી વિદ્યાપીઠ ખાતે “Yi-Gardi Career Connect – 2026”નું ભવ્ય આયોજન

વિશ્વ યુવા દિન નિમિત્તે રાજકોટ ગાર્ડી વિદ્યાપીઠ ખાતે “Yi-Gardi Career Connect – 2026”નું ભવ્ય આયોજન

✍️ Reporter: Nileshkumar Madhar 🗓 12 Aug 2026, 02:26 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ, તા. 12 ઓગસ્ટ 2026:
આજરોજ વિશ્વ યુવા દિન નિમિત્તે રાજકોટ ખાતે ગાર્ડી વિદ્યાપીઠ અને Young Indians (Yi) ના સંયુક્ત ઉપક્રમે “Yi-Gardi Career Connect – 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોને રોજગારીની તકો સાથે સીધા જોડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કારકિર્દી મેળામાં 50થી વધુ નોકરીદાતાઓ (Employers) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો મેળવવા માટે 1,000થી વધુ નોકરીવાંચ્છુ યુવાનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી તથા ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલાળા, પૂજ્ય વંદનીય સંતો, ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ પ્રસંગે યુવાનોને રોજગારી, કૌશલ્ય વિકાસ અને કારકિર્દીના નવા અવસરો અંગે માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ અને નોકરીવાંચ્છુ યુવાનો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થતાં અનેક યુવાનો માટે રોજગારીની નવી તકોના દ્વાર ખુલ્યા હતા.

“Yi-Gardi Career Connect – 2026” યુવાનોની પ્રતિભા અને ઉદ્યોગજગતની જરૂરિયાતો વચ્ચે સેતુરૂપ બનીને રોજગાર સર્જન અને યુવા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું.


— Reporter (Nilesh Madhar-Rajkot)
📲Get App