🔥 TRENDING INDIA Bloc Calls for Disqualification... Bihar Government Reassigns Five IPS Of... Prashant Kishor ridicules Bihar CM's "... સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી... સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામની એશ્... कटिहार टाउन हॉल में फरक्का जल संधि संव...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગરમાં દિવાળી ટાણે ફૂડ વિભાગની લાલ આંખ: 324 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત, વાસી મીઠાઈનો નાશ

✍️ Reporter: Trikmani Mayankkumar 🗓 04 Nov 2026, 11:23 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર:
દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવતાં જ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. તહેવારોની ઉજવણીમાં લોકો સુધી શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી પહોંચે તે હેતુથી ફૂડ શાખા દ્વારા સમગ્ર શહેરમાં ભેળસેળિયા વેપારીઓ સામે વિશેષ સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ તપાસ અભિયાન અંતર્ગત ફૂડ વિભાગની બે અલગ-અલગ વિશેષ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ અને દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ટીમે રૂ. 1.13 લાખની કુલ કિંમતનો શંકાસ્પદ અને ગુણવત્તા વગરનો ખાદ્ય જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
324 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત
દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે સઘન તપાસ કરીને આરોગ્ય માટે હાનિકારક એવા 324 કિલો જેટલા મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો. આ તહેવારોના દિવસોમાં મોંઘા ભાવે અશુદ્ધ ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવાનો મોટો કારસો ખુલ્લો પડ્યો છે.
📲Get App