🔥 TRENDING Rajasthan Governor Thaawarchand Gehlot... Karnataka PSC Chairman Removed Over Le... Karnataka seeks power from Assam as so... Crorepati Fraudster Arrested in Odisha... Rajasthan Election Commission Invites... અમરેલી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનન...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બરવાળા બાવીશી ગામમાં ખોટી ફરિયાદ અને બદનામીના ષડયંત્ર સામે આહીર અને પાટીદાર સમાજે કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 08:30 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આહીર અને પાટીદાર સમાજે બરવાળા બાવીશી ગામમાં થયેલી ખોટી ફરિયાદ અને બદનામીના ષડયંત્ર સામે કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવી, નિષ્પક્ષ તપાસ અને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરી.

આજે બરવાળા બાવીશી ગામમાં ખોટી ફરિયાદ અને બદનામીના ષડયંત્રની ઘટનાઓને લઈને આહીર સમાજ, પાટીદાર સમાજ સહિત સર્વસમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચ્યા.

સર્વસમાજના પ્રતિનિધિમંડળે કલેક્ટરશ્રી અને SP સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું, જેમાં દાદુભાઈ ગોવિંદભાઈ ડેર અને ભરતભાઈ ગોવિંદભાઈ ડેર વિરુદ્ધ સ્થાનિક કેટલાક વ્યક્તિઓ દ્વારા પૂર્વયોજિત કાવતરું રચી, ખોટી રીતે ફસાવવા અને સામાજિક રીતે બદનામ કરવાના બદઈરાદાથી આક્ષેપો ઊભા કરવાના આરોપ મૂક્યા.

મુખ્ય માંગણીઓમાં તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ, ખોટી ફરિયાદ રદ, કાવતરાખોરો સામે કાર્યવાહી અને નિર્દોષોની પ્રતિષ્ઠાનું રક્ષણનો સમાવેશ થાય છે.

આહીર અને પાટીદાર સમાજે જણાવ્યું કે તેઓ માત્ર સત્ય અને ન્યાય માટે છે, અને પ્રશાસન અને પોલીસને ત્વરિત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી.
📲Get App