🔥 TRENDING સુરત: કુમકોતર-સાંધ્રા મુખ્ય માર્ગ પર ન... চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద... Rohit Sharma’s Run‑Out Turns the Tide... ભાવનગર માં એર શો નુ આયોજન Telangana Today Publishes Editorial "B...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાનના જન્મદિવસે ચિલોડામાં સેવા સંકલ્પ અભિયાન: અનાજ વિતરણ અને બાઈક યાત્રા
Local

વડાપ્રધાનના જન્મદિવસે ચિલોડામાં સેવા સંકલ્પ અભિયાન: અનાજ વિતરણ અને બાઈક યાત્રા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 Sep 2026, 09:10 AM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ચિલોડામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોને અનાજ વિતરણ થયું, અને વડનગરથી વારાણસીની બાઈક સેવા યાત્રા પણ પહોંચીને સ્વચ્છતા અને સરકારી યોજનાઓનો સંદેશ પહોંચાડ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિલોડા ખાતે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને બહેનોનું સન્માન કર્યું.

આ દરમિયાન વડનગરથી વારાણસીની બાઈક સેવા યાત્રા પણ ચિલોડા પહોંચી હતી. યાત્રા સાથે જોડાયેલા યુવાનો દ્વારા સ્વચ્છતા, ગૌસેવા, વડીલોની મુલાકાત અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

‘સેવા, સમર્પણ અને સંકલ્પ’ના સંદેશ સાથે આ યાત્રા આગળ વધી રહી છે.
📲Get App