Local
સુરત: કુમકોતર-સાંધ્રા મુખ્ય માર્ગ પર નવું નાળું બેસી જતાં ભારે માલવાહક ટ્રક ફસાયી, તંત્ર સામે રોષ
સુરતના કુમકોતરથી સાંધ્રા જોડતા મુખ્ય માર્ગ પર નબળા બાંધકામને કારણે નવું નાળું બેસી જતાં માલવાહક ટ્રક ફસાઈ ગઈ હતી, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો.
સુરતના કુમકોતર (જમાલપાડા ફળિયું) થી સાંધ્રા (ઉમરા) ને જોડતા મુખ્ય રસ્તા પર આવેલી નહેર પર નવું બનાવવામાં આવેલું નાળું નબળા બાંધકામને કારણે નીચે બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માતને કારણે ગઈકાલે માર્ગ પરથી પસાર થતી એક ભારે માલવાહક ટ્રક બેસી ગયેલા નાળામાં જ ફસાઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો અને સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
આ જોખમી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પત્રકાર અને સ્થાનિકો દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવામાં આવી હતી. નવું નાળું તૂટવાને કારણે સર્જાયેલી આ જોખમી સ્થિતિ અને ફસાયેલી ટ્રક અંગે તાત્કાલિક સંબંધિત કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી આ ભ્રષ્ટાચારયુક્ત અને અકસ્માતજનક કામગીરી અંગે કડક રજૂઆત કરવામાં આવી હતી.
પત્રકાર દ્વારા ફોન પર આ બાબતે ધ્યાન દોરતા જ કોન્ટ્રાક્ટર તાકીદે એક્શનમાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે ટેલિફોનિક વાતચીતમાં ખાતરી આપી છે કે, નહેર પરનું જે નવું નાળું નીચે બેસી ગયું છે તેને વહેલી તકે મજબૂત રીતે નવેસરથી બનાવી આપવામાં આવશે. આ સાથે જ તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ભવિષ્યમાં આવા કામમાં નબળી ગુણવત્તા કે નાળું બેસી જવાની ઘટનાનું પુનરાવર્તન થશે નહીં.
જોકે, ગ્રામજનો અને પત્રકાર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરની આ મૌખિક ખાતરી છતાં જો નિયત સમય મર્યાદામાં નાળાનું સમારકામ શરૂ કે પૂરું કરવામાં નહીં આવે, તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ સત્તાવાર લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવશે. જવાબદારો સામે કાયદાકીય તેમજ વહીવટી સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.