🔥 ट्रेंडिंग तेलंगाना के मुख्यमंत्री रेड्डी का अमेर... तेलंगाना सरकार ने 15 अगस्त से नया राशन... तेलंगाना सरकार ने 15 अगस्त से लैमिनेटे... चिलिका में 500 एकड़ अवैध प्रॉन फार्म ज... गजापति में पत्तनायक बांध भ्रष्टाचार जा... आंध्र प्रदेश में विदेशी निवेश में दो व...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બરવાળામાં વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી નાયબ મામલતદાર જગદીશભાઈ મેણીયાનો ત્રાટકો

✍️ रिपोर्टर: Taviya.pratap 🗓 06 अग. 2026, 04:46 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગેરરીતિને ધ્યાનમાં રાખીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ખાંડ અને મીઠું સહિત અંદાજે ₹53,193નો જથ્થો સીઝ કરીને સરકાર વતી કબ્જે લેવામાં આવ્યો

બરવાળામાં વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી
નાયબ મામલતદાર જગદીશભાઈ મેણીયાનો ત્રાટકો

બરવાળા : મામલતદાર કચેરી દ્વારા બરવાળા-5 વિસ્તારમાં આવેલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર નામની વાજબી ભાવની દુકાનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના સંચાલક પ્રકાશભાઈ આર. દોશી સંચાલિત દુકાનમાં અનેક અનિયમિતતાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન અનાજના જથ્થામાં તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત દુકાન બહાર ગંદકી જોવા મળી હતી. તપાસ સમયે દુકાન બંધ હાલતમાં મળી આવી હતી અને જાણ કરવા છતાં સંચાલક સ્થળ પર હાજર રહ્યા ન હતા.

ગેરરીતિને ધ્યાનમાં રાખીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ખાંડ અને મીઠું સહિત અંદાજે ₹53,193નો જથ્થો સીઝ કરીને સરકાર વતી કબ્જે લેવામાં આવ્યો છે.

જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળના નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તંત્રએ તમામ વાજબી ભાવના દુકાનદારોને નિયમોનું પાલન કરવાની ચેતવણી પણ આપી છે.

✍️ રિપોર્ટ : પ્રતાપ તાવીયા, બરવાળા

NEED24 NEWS
સત્ય • નિષ્પક્ષ • ઝડપી સમાચાર
📲Get App