જરા યાદ કરો કુરબાની... અમરેલીના આંગણે ૮૦મો સ્વાતંત્ર્ય પર્વનો રાજ્ય મહોત્સવ
Watch on:
📘 Facebook
જરા યાદ કરો કુરબાની... અમરેલીના આંગણે ૮૦મો સ્વાતંત્ર્ય પર્વનો રાજ્ય મહોત્સવ
અંગ્રેજોના અત્યાચારો સામે ઝીંક ઝીલનાર સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય પુરોહિત
જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં જીવ સટોસટીના ખેલ ખેલ્યાં
રાજકોટ સત્યાગ્રહ વખતે અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સહન કર્યા : આરઝી હકૂમતની લડતમાં બંદૂકની ગોળી એકદમ નજીકથી સનનન કરતી નીકળી ગઈ
આરઝી હકૂમતમાં સુભાષ દળના સેનાપતિ રહી અમરાપુર, દેવગામ, જૂની હળિયાદ સહિતના ગામો કબજે કરવા મોત સામે બાથ ભીડી
*આલેખન : રોહિત
અમરેલી તા. ૦૬ ઓગસ્ટ,૨૦૨૬ -
દેશની મહામૂલી આઝાદી માટે અસંખ્ય શહીદવીરો ખપી ગયા. અંગ્રેજોના અમાનુષી અત્યાચારો અને યાતનાઓ વેઠી. તેવા જ એક, ગાંધીજીના અદના સિપાહી હતાં શ્રી ગુણવંતરાય પુરોહિત. રાજકોટ સત્યાગ્રહ વખતે અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સામે તેઓ ઝુક્યા નહીં અને સર્વોચ્ચ બલિદાન આપવા માટે તૈયારી દર્શાવી હતી. સાથે જ જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં મોખરે રહી આજના અમરેલી જિલ્લા હેઠળના ગામોને કબજે કરવા માટે જીવ સટોસટીના ખેલ ખેલ્યા હતા.
આઝાદી બાદ પણ શ્રી ગુણવંતરાય પુરોહિતે ભાવિ પેઢીને મજબૂત બનાવવા માટે અમરેલી નજીકના બાબાપુર ગામે શિક્ષણસેવાની જ્યોત પ્રગટાવી હતી, જે આજે અમરેલીની આસપાસના ગામોમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી રહી છે.
આઝાદીની ચળવળમાં અનેક વખત ભાગ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીર ગુણવંતરાય પુરોહિતને રાજકોટ સત્યાગ્રહ દરમિયાન જેલવાસ ભોગવવો પડ્યો હતો.
રાજકોટના શાસક અને દીવાન વીરાવાળાની મનસ્વી નીતિઓ તથા વહીવટી દમન સામે લોકોમાં ભારે રોષ હતો. સાથે જ રાજકીય સુધારાઓની અવહેલના કરવામાં આવી હતી. આવા પરિબળોને જોતા ગાંધીજી ખુદ સત્યાગ્રહ માટે રાજકોટ આવ્યાં અને ઉપવાસ શરૂ કર્યાં હતાં.
આ પ્રજાકીય લડતમાં શ્રી ગુણવંતરાય પુરોહિત સહિત આશરે ૧૬૦ જેટલા કાર્યકરોને રાજકોટ નજીકની સરધાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અહીં જનરલ ડાયર જેવો જ અત્યાચારી અને ક્રૂર કેડલ નામનો જેલર હતો, જેણે આ લડતવીરો પર અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું.
આ સત્યાગ્રહીઓને બાજરો દળવા માટે આપવામાં આવતો, જેમાં દળેલી રેતી પણ ભેળવવામાં આવતી. તેમાંથી બનેલી રોટલી ભોજનમાં આપવામાં આવતી. આ અમાનવીય વર્તન સામે ગુણવંતરાય પુરોહિત સહિતના સત્યાગ્રહીઓ જેલમાં જ ભૂખ હડતાળ પર ઉતર્યા. ગુણવંતરાય પુરોહિત લગભગ સતત બારેક દિવસ સુધી અન્નનો એક પણ દાણો ગ્રહણ કર્યો નહોતો.
આ સત્યાગ્રહીઓએ ક્રૂર કેડલને આગવી રીતે પડકાર ફેંકતા હતા અને સત્યાગ્રહીઓ ગાતા.....
નહીં કરીએ, નહીં કરીએ કૂડા કેડલનું કહ્યું નહીં કરીએ,
ભલે અમારા પર લાઠી ચલાવો, ઘોડા ચલાવો, કૂડા કેડલનું કહ્યું નહીં કરીએ....
આમ, જેલર કેડલ ગિન્નાયો અને ગુણવંતરાયને સરધાર નજીકના નજીકના હેલન્ડા ગામ પાસે આવેલી કાંટાળી વીડીમાં તેમને ઢસડવાનો આદેશ આપ્યો. અસહ્ય અત્યાચારોના પરિણામે તેઓ બેભાન અવસ્થામાં પહોંચી ગયા. આ અત્યાચારીઓ ગુણવંતરાય પુરોહિતને માફી માંગવાનો પ્રસ્તાવ આપે છે અને પણ તેને ઠુકરાવી દે છે. અંતે થાકીને અંગ્રેજોની તાબાની જેલના સિપાઈઓ તેમને તે વીડીમાં જ છોડીને ચાલ્યા ગયા.
આ સ્થિતિમાં ગુણવંતરાય પુરોહિત જેમતેમ કરીને નજીકના એક ગામમાં પહોંચ્યા. ત્યાંના અગ્રણીઓએ તેમની જરૂરી સેવા-ચાકરી કરીને તેમને રાજકોટની રાષ્ટ્રીય શાળામાં પહોંચાડ્યા હતાં.
આ અમાનુષી અત્યાચારની વિગતો ગાંધીજી સુધી પણ પહોંચે છે અને પછીથી ગાંધીજીએ ગુણવંતરાય પુરોહિત સાથે પણ આ બનાવોની ચર્ચા કરી હતી.
ગુણવંતરાય પુરોહિત જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં આરઝી હકૂમતની લડતમાં પણ મોખરે રહ્યા હતા. તેમને સુભાષ દળના સેનાપતિ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ લડતમાં આરઝી હકૂમતે સૌપ્રથમ અમરાપુર ગામ કબજે લીધું હતું. ઉપરાંત દેવગામ, જૂની હળિયાદ વગેરે ગામોનો કબજો લેવા માટે તેમણે નેતૃત્વ કર્યું હતું.
આરઝી હકુમતની લડતમાં જૂની હળિયાદ ગામે જૂનાગઢ દેશી રાજ્યના રાજકાજનું કામ સંભાળતો માથાભારે પહાયતો મામદ હતો. સમગ્ર ગામ તેનાથી ફફડતું. તેનું ઘર બતાવવા પણ કોઈ રાજી ન થાય, એવો તેનો ભય હતો.
આ લડતમાં પ્રથમ મામદે સમર્પણ કરવાને બદલે જે મકાનમાં રહેતો હતો ત્યાંથી અચાનક ગોળીબાર શરૂ કર્યો. ગુણવંતભાઈની સમયોચિત સૂચનાથી તમામ સૈનિકો જમીન પર સૂઈ જતાં કોઈ જાનહાનિ થઈ નહીં અને સામસામે ગોળીબાર શરૂ થયો. થોડીવાર બાદ મામદે શરણે આવવાનો ઢોંગ કર્યો, પરંતુ તક મળતાં ફરી દગો કરીને મકાન અંદરથી બંધ કરી દીધું. ભાગવાનો પ્રયાસ કરે છે પણ તેમાં નિષ્ફળ ગયો.
ગુણવંતરાય પુરોહિત હિંમતપૂર્વક પોતાના સાથીદારો સાથે મકાનની ઓસરી સુધી પહોંચી ગયા અને અંતિમ ચેતવણી આપી. દરવાજો ખુલતાં તેઓ અંદર પ્રવેશ્યા, પરંતુ શરણે થવાનો ઢોંગ કરતા મામદના સાથીઓએ તેમની રાઇફલ છીનવવાનો પ્રયાસ કર્યો. ગુણવંતરાયએ તરત જ જવાબી કાર્યવાહી કરી, પરંતુ એ દરમિયાન તેમની રાઇફલની ગોળીઓ ખૂટી ગઈ. તકનો લાભ લઈ મામદે તેમના પર ગોળી ચલાવી, જે સદભાગ્યે જે તેમની ખૂબ નજીજથી પસાર થઈ ગઈ. તે જ ક્ષણે ગુણવંતરાય પુરોહિતના સગા નાનાભાઈ ગજાનનભાઈએ મામદને ગોળી ધરબી દીધી. સમયસરના આ પ્રતિકારથી તેમનો જીવ બચી ગયો હતો.
બહાર આવી ગુણવંતરાય પુરોહિતે મોરચો સંભાળ્યો અને મકાન સળગાવવાની ચેતવણી આપતાં મામદના સાગરીતો હથિયારો સાથે શરણે આવ્યા. અંતે મામદ પણ બહાર આવ્યો, પરંતુ હથિયાર નાંખવાને બદલે ફરી હુમલો કરવાનો પ્રયાસ કરતાં ગુણવંતરાય પુરોહિતે તાત્કાલિક ગોળી ચલાવી તેનો અંત લાવ્યો. આ સાથે મામદના આતંકનો પણ અંત આવ્યો અને જૂની હળિયાદ ગામ પણ આરજી હકૂમતના કબજામાં આવ્યું.
સ્વાતંત્ર્ય વીર ગુણવંતરાય પુરોહિત અને તેમના ધર્મ પત્ની હસુમતીબેન પુરોહિતે બાબાપુરની ખાતે સર્વોદય સરસ્વતી મંદિર નામની સંસ્થા સ્થાપી હતી. હસુમતીબેન પુરોહિતે મુંબઈ ખાતેની જાણીતી ટાટા ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના વિદ્યાર્થીની પણ રહ્યા હતા. તેમના આ શૈક્ષણિક વારસાને સુપેરે આગળ વધારવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના આંગણે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોમાં પણ આઝાદી પર્વની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
*(સ્વાતંત્ર્ય વીર શ્રી ગુણવંતરાય પુરોહિતના પુત્રી મંદાકિની પુરોહિત સાથે વાતચીતના આધારે)*