જિલ્લાના ખેડૂતોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય ચૂકવણા દરખાસ્ત રજૂ કરવી

અમરેલી તા. ૨૯ જુલાઈ,૨૦૨૬ -
અમરેલી જિલ્લાના તાર ફેન્સીંગ યોજનામાં પુર્વ મંજૂરી મેળવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જણાવવાનું કે, પ્રથમ તબક્કામાં તા. ૦૫.૦૬.૨૦૨૬ થી તા. ૧૯.૦૬.૨૦૨૬ સુધી કુલ ૪૪૯ લાભાર્થીઓને પુર્વ મંજુરી આપેલ છે. તાર ફેન્સિંગની સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી પૂર્વ મંજૂરી મળ્યેથી દિન-૬૦ અંદર પૂર્ણ કરવાની રહેશે. વધુમાં તારની વાડ બનાવવાની કામગીરી ચાલુ કર્યાના અક્ષાંસ-રેખાંશ (જી.પી.એસ) સાથેના ફોટા પૂર્વ મંજૂરી મળ્યેથી ૬૦ દિવસની અંદર તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સામાન ખરીદીના જી.એસ.ટી નંબર વાળા બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ સમયમર્યાદામાં કરવાના રહેશે. ત્યારબાદ સામાન ખરીદીના જી.એસ.ડી વાળા પાકા અસલ બીલો અને જરૂરી દસ્તાવેજો સહિત સાધનિક કાગળો વાળી સહાય દરખાસ્ત આપના સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તેમજ ગ્રામસેવકશ્રીને જમા કરાવવાના થાય છે. જો સમયમર્યાદા બાદ અપલોડ કરેલ પૂર્વ મંજુરી આધારિત વાડ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ હોવા છતા અરજદારશ્રીની અરજી રદ ગણવામાં આવશે અને સહાય મળવાપાત્ર રહેશે નહીં. આ અંગે અરજદારશ્રીનો હક્ક દાવો રહેશે નહીં.
વધુમાં, અરજદાર દ્વારા તાર ફેન્સિંગ બનાવવા માટે પૂર્વમંજૂરી મળ્યેથી દિન-૬૦ અંદર જિલ્લાકક્ષાએ ક્લેમ રજૂ કરવામાં નહિ આવે તો તાર ફેન્સિંગ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી તેવું માનીને પૂર્વ મંજૂરી અને અરજી દફ્તરે કરવામાં આવશે. જેની સઘળી તમામ જવાબદારી અરજદારની રહેશે અને તે બાબતે સહાય માટે કોઈ દાવો કે માંગણી કરી શકાશે નહિ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.