🔥 TRENDING કપરાડા: સુથારપાડા આશ્રમ શાળાની કથળતી સ... J&K Government Allocates Rs 15.20 Lakh... New Electricity Tariff to Take Effect... J&K Power Tariff to Rise 6.83% Startin... Sesa Academy’s Shiva vies for spot in... Lighthouse to Launch New Centre in Pan...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પેટલાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ

✍️ Reporter: Samir Malek 🗓 13 Jul 2026, 12:58 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ થયું. આ ભવનનું નિર્માણ અંદાજે ₹55 લાખના ખર્ચે થયું છે.

આજ રોજ પેટલાદ ખાતે અંદાજે ₹55 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે પેટલાદ રણછોડજી મંદિરના પરમ પૂજ્ય મહંત વાસુદેવજી મહારાજશ્રીના શુભ હસ્તે, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, આણંદના લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કોકિલબેન તળપદા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ (બુધાભાઈ) પટેલ, ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રીમતી ગીતાબેન પરમાર, નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી કાજલબેન પટેલ, પેટલાદ શહેર સંગઠન મહામંત્રી ડૉ. મનીષભાઈ ઠાકોર, નગરપાલિકાના કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, પેટલાદ વણકર સમાજના આગેવાનો, ચીફ ઓફિસર શ્રી કૃણાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ-બહેનોની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણના આદર્શોને સમર્પિત આ ભવન સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક જાગૃતિ અને જનકલ્યાણના વિવિધ કાર્યો માટે પ્રેરણાસ્થાન બનશે તેવી શુભેચ્છાઓ.

આ ભવનના લોકાર્પણ સાથે પેટલાદના લોકોને એક નવી સવલત મળી છે. આ ભવન પેટલાદના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવશે.
📲Get App