🔥 TRENDING Violence erupts after Banswara Panchay... Delhi House Roof Collapse Claims Two L... Haryana to Offer Up to ₹3 Lakh Subsidy... Transport Workers to Stage Massive Pro... Haryana Approves Cold Chain Policy to... North India Cotton Arrivals Tighten, F...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનજાતીય ગૌરવ સપ્તાહમાં દેશી રમતોનો રંગ જામ્યો! ડેડીયાપાડા, ચીકદા અને સાગબારામાં યોજાયો પરંપરાગત રમતોત્સવ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 17 Nov 2026, 02:32 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા. ૧૮ નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડેડીયાપાડા, ચીકદા અને સાગબારા ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેડીયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રમતોત્સવમાં વિદ્યાર્થીઓ તેમજ ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આર્ચરી, કબડ્ડી, ખો-ખો, શૂટિંગ વોલીબોલ અને દોરડા ખેંચ જેવી દેશી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભા અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.

આ રમતોત્સવનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારની રમતગમત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઉપરાંત યુવાનોમાં શારીરિક સ્વાસ્થ્ય, એકતા, સહકાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસે તે દિશામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના વોલીબોલ કોચ વિષ્ણુભાઈ વસાવા, સ્વિમિંગ કોચ જૈમિન કંથારીયા સહિત વિવિધ રમતોના કોચ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમતની તકનીકી બાબતો અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આમ, જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાયેલા રમતોત્સવથી આદિવાસી સમાજની પરંપરાગત રમત સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની સાથે ગ્રામ્ય યુવા પ્રતિભાઓને પોતાની ક્ષમતા દર્શાવવા મંચ પ્રાપ્ત થયો હતો.
📲Get App