🔥 TRENDING সুন্দরু অধিকারী উপস্থিত হন নেটাজি ইনডো... Scientists rediscover 204-year-old shr... ৫ লক্ষ কণ্ঠে হনুমান চালিসা, নেতাজি ইন্... Two detained with 30.70 g of suspected... Jharkhand Reports 11.7% Teenage Pregna... BJP Demands Arrest of Jharkhand Congre...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અબડાસા તાલુકાના પૈયા ગામે ગૌવંશ પર કુહાડીથી હુમલો કરી ક્રૂરતા આચરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાતા કોઠારા પોલીસે તેની ધરપકડ કરી છે.

✍️ Reporter: Naresh katua 🗓 17 Nov 2026, 02:12 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અબડાસા તાલુકાના પૈયા ગામે ગૌવંશ પર કુહાડીથી હુમલો કરી ક્રૂરતા આચરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાતા કોઠારા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર નાયકે ગૌવંશ પાછળ ટ્રેક્ટર દોડાવી ત્રાસ આપવા ઉપરાંત છુટા| હાથે કુહાડી ફેંકીને અબોલા પશુઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ કૃત્ય અટકાવવા ગયેલા પશુપાલકોને પણ આરોપીએ કુહાડી બતાવી| જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા કોઠારા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ક્રૂર માનસિકતા ધરાવતા આરોપી મહેન્દ્ર નાયકને ઝડપી લીધો છે અને તેની સામે બીએનએસ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App