🔥 TRENDING लखनऊ में सरदार पटेल की 151वीं जयंती पर... Meghalaya Minister Metbah Resigns from... Meghalaya Government Touts Cherry Blos... Congress alleges Assam government is p... Tripura Left Front alleges obstruction... Tripura Minister Kishore Barman seeks...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

મેઘરાજાની ધબધબાટી વચ્ચે અમરેલીમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 31 Oct 2026, 11:00 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગએ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી તંત્ર એલર્ટ જારી કર્યો અને જાફરાબાદના દરિયાઈ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું.

મેઘરાજાની ધબધબાટી વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા તંત્ર એલર્ટ જાહેર કર્યો છે, જેમાં અમરેલી જિલ્લાને મુખ્ય જોખમ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

તકેદારીના ભાગરૂપે જાફરાબાદના દરિયાઈ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ આજે 31 ઓક્ટોબર સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

જિલ્લાના લાઠી અને દામનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે દરિયાકાંઠાના જાફરાબાદ અને ખાંભા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
📲Get App