🔥 TRENDING शाजापुर: मोरटा जोड़ के पास कार पलटने स... PM-DAKSH Trains 1.87 Lakh Candidates,... मुरैना में श्वान के काटने से घायल नीलग... India Post posts 24% revenue surge to... India to Host 12th BRICS Parliamentary... पुनासा एसडीएम पंकज वर्मा ने स्वामित्व...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા ડૉકટર તુષારભાઈ ચૌધરી ગાડું ગામમાં શ્રમિકોની મુલાકાત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 02:31 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી ગાડું ગામમાં મહાત્મા ગાંધી મનરેગા યોજનાની હેઠળ કામ કરતા શ્રમિકોની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..

આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉકટર તુષારભાઈ ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકાના ગાડું ગામે મહાત્મા ગાંધી મનરેગા (હાલ જી. રામજી) યોજના હેઠળ કામ કરતા શ્રમિક ભાઈ-બહેનોની રૂબરૂ મુલાકાત લીધી..

ડૉકટર તુષારભાઈ ચૌધરી શ્રમિકો સાથે સીધો અને હૂંફાળો સંવાદ સાધીને તેમની દૈનિક સમસ્યાઓ, વેતન અને કામકાજ અંગે વિગતવાર માહિતી મેળવી.શ્રમિકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી પણ આપવામાં આવી.શ્રમિકોનો પરસેવો એ જ દેશનો પાયો છે અને તેમના હકની લડાઈમાં અમે હંમેશાં તેમની સાથે છીએ!
📲Get App