🔥 TRENDING ਸਲਮਾਨ ਖਾਨ ਨੇ ਆਪਣੇ ਚਾਹੁਣ ਵਾਲਿਆਂ ਨੂੰ ਦਿੱ... अमीरिया स्कूल खो नागोरियां जयपुर परिस... તલોદ પોલીસે હરસોલ ગામની ચોરીનો ભેદ ઉકે... અમદાવાદના સોલામાં આધુનિક સ્વાસ્થ્ય સુવ... વાપી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથ... मधुबनी: बाबूबरही प्रखंड में धूमधाम से...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આણંદમાં પત્રકાર ઈમરાન વહોરા પર ઓફિસમાં ઘૂસી જીવલેણ હુમલો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 11 Oct 2026, 12:38 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદના ઈસ્માઈલનગરમાં પત્રકાર ઈમરાન વહોરા પર ૧૫ થી ૨૦ અસામાજિક તત્વો દ્વારા તેમની ઓફિસમાં ઘૂસીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં પત્રકાર ઈમરાન વહોરા પર ૧૫ થી ૨૦ જેટલા અસામાજિક તત્વો દ્વારા તેમની ઓફિસમાં ઘૂસીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આ હુમલામાં પત્રકાર ઈમરાન વહોરાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક DySP, LCB અને ટાઉન પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હોસ્પિટલ ખાતે અને ઘટના સ્થળની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
📲Get App