વાપી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને એર પોલ્યુશન મોનિટરિંગ’ સેમિનાર
વાપી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને એર પોલ્યુશન મોનિટરિંગ’ સેમિનારમાં સહભાગી થયો.
આ સેમિનારમાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું સંરક્ષણ, ઔદ્યોગિક સુરક્ષા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અંગે વિચારોનું આદાનપ્રદાન થયું. ગુજરાતે માળખાગત સુવિધાઓ, ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઊર્જા ક્ષેત્રે કરેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં, વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.
વાપી સહિત ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રો દેશના આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ગ્રીન ટેક્નોલોજી, રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક પદ્ધતિઓ અપનાવીને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધવું સમયની માંગ છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પદ્મભૂષણ શ્રી રજૂ શ્રોફ, સાંદ્રા બેન શ્રોફ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ અને ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.