🔥 ट्रेंडिंग বাগনানের খালোড় কালীবাড়িতে সকল রাজ্যে... पंचायतीराज चुनाव सीधी-रीवा सुगम परिवहन सेवा शुरू, यात्र... ಯಲಹಂಕ: ಮತ್ತಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ... सुप्रीम कोर्ट में कान्हा @ कान्हैया सि... अमृतसर में नाकाबंदी के दौरान युवक को द...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પરથી જનરેટર ચોરી કરનાર ૨ આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 30 सित. 2026, 09:02 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ટ્રોલી સાથે ઇલેક્ટ્રિક જનરેટરની ચોરી કરનાર બે આરોપીઓને રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી LCB ઝોન-૨ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલ જનરેટર કબજે કર્યું છે.

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોતરપુર ગામના ઝૂંપડી માતાના મંદિર નજીક નદીના પટમાંથી ટ્રોલી સાથેના ઇલેક્ટ્રિક જનરેટરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને LCB ઝોન-૨ની ટીમે અલગ-અલગ ટુકડીઓ બનાવીને તપાસ શરૂ કરી હતી. બનાવ વાળી જગ્યાથી પ્રાંતિજ સુધીના અનેક CCTV કેમેરા તપાસતા એક બોલેરો પીકઅપ ગાડીની પાછળ ચોરાયેલું જનરેટર બાંધીને રાજસ્થાન તરફ લઈ જવાતું હોવાનું જણાયું હતું.

CCTV અને ચોક્કસ બાતમીના આધારે LCB ઝોન-૨ની ટીમે રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા વિસ્તારમાં દરોડો પાડીને ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ — મુકેશ બાબુલાલ ગોદારા (બિશ્નોઈ) અને રાકેશ બાબુલાલ ગોદારા (બિશ્નોઈ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૨,૧૦,૦૦૦ ની કિંમતનું ચોરાયેલું ઇલેક્ટ્રિક જનરેટર કબજે કર્યું છે.
📲Get App