🔥 TRENDING காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... NHAI signs MoU with SSNNL to fast‑trac... Navrachana University’s Dr Gaurav Para... Madhya Pradesh HC says agency can't be... BJP's Hemant Sankhla Elected Deputy Ma...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિસાવદર-ધારી વચ્ચે આવેલી વીરભૂમિ જમીન ધડાનો ગૌરવશાળી ઇતિહાસ: અંગ્રેજ અફસર ગ્રાન્ટને બંદી બનાવનાર વીર બાવાવાળા બાપુની શૌર્યગાથા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 06:35 PM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસાવદર અને ધારી વચ્ચે આવેલા જમીન ધડા ખાતે વીર બાવાવાળા બાપુની ખાંભી આવેલી છે, જેમણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે બહારવટું ખેડીને બ્રિટિશ અધિકારી જ્યોર્જ ગ્રાન્ટને બંદી બનાવ્યો હતો.

વિસાવદરથી ધારી વચ્ચે આવેલા 'જમીન ધડા' નામની ઐતિહાસિક જગ્યા પર વીર બાવાવાળા બાપુની ખાંભી અને બેસણા આવેલા છે. આ એક પવિત્ર વીરભૂમિ તરીકે ઓળખાય છે. વીર બાવાવાળા બાપુનો ઇતિહાસ ખૂબ જ ઉજળો અને શૌર્યથી ભરેલો છે. તેમનું મૂળ જન્મસ્થળ લૂંઘીયા છે, જ્યાં આજે પણ જૂના ગઢના અવશેષો મોજૂદ છે. તેમના પિતા રાણીગવાળા બાપુએ પોતાની શૂરવીરતાથી વિસાવદર પરગણું મેળવ્યું હતું, પરંતુ દુશ્મનોએ મોટા રજવાડાઓની મદદથી તે આંચકી લીધું હતું. રાણીગવાળા બાપુની ભક્તિથી પ્રસન્ન થઈ જાંબુડાના સંત ધમસાણ નાથ બાપુએ સમાધિ લઈ વીર બાવાવાળા બાપુ તરીકે અવતાર લીધો હતો.

પોતાના પિતાનું ગુમાવેલું વિસાવદર પરગણું પાછું મેળવવા માટે વીર બાવાવાળા બાપુ માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે માણાવદર, જૂનાગઢ અને માંડાવડ સામે બહારવટે ચડ્યા હતા. આ સત અને શૂરવીરતાના બહારવટા પર ચલાળાના સંત દાન મહારાજની અસીમ કૃપા હતી. એક સમયે અંગ્રેજ ઓફિસર જ્યોર્જ ગ્રાન્ટે બાપુને પકડવા માટે મોટી ફોજ સાથે જમીન ધડા મુકામે આવેલા ગઢને ઘેરી લીધો અને દારૂગોળો ગોઠવ્યો હતો. આ વાતની જાણ ચલાળાના સંત દાન મહારાજને થતાં, તેમણે પોતાના હોકામાંથી અગ્નિનો એક ટુકડો (અંગારો) નીચે મૂક્યો, જેના પ્રતાપે અંગ્રેજોનો દારૂગોળો સમય પહેલાં જ ફૂટી ગયો અને બ્રિટિશ સેનામાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

દારૂગોળો ફૂટતાં જ ગઢમાં રહેલા બહારવટિયાઓ બહાર આવ્યા અને અંગ્રેજ સેના સાથે ભીષણ યુદ્ધ થયું હતું. આ લડાઈમાં અનેક અંગ્રેજ સૈનિકો માર્યા ગયા અને વીર બાવાવાળા બાપુએ ઘોડા પર ભાગી રહેલા બ્રિટિશ ઓફિસર જ્યોર્જ ગ્રાન્ટને પકડીને બંદીવાન બનાવ્યો હતો. આ ઐતિહાસિક ઘટના પર કવિઓએ દોહો પણ લખ્યો છે કે, 'ટોપીને તલવાર નર બીજાને નમે નહીં ઈ સાહેબને મહિનાચાર બંદી ખાને રાખ્યો બાવલા.' આખરે, આ અંગ્રેજ ઓફિસર ગ્રાન્ટને મુક્ત કરાવવા માટે ઇંગ્લેન્ડથી મહારાણીએ મધ્યસ્થીઓ મોકલીને વીર બાવાવાળા બાપુ સાથે સમાધાન કરવું પડ્યું હતું. આ સમાધાન હેઠળ બાપુને વિસાવદરનું પરગણું પાછું સોંપવામાં આવ્યું અને બદલામાં બાપુએ ગ્રાન્ટને મુક્ત કર્યો હતો.

(અહેવાલ: ગજેન્દ્રભાઇભાવાળા, ધારી)
📲Get App