🔥 TRENDING விலகிய 100க்கும் மேலான தவெக நிர்வாகிகள... Lait kapati Assam Woman Leader Challenges Police,... Google to Report Child Abuse Content D... Assam CM Himanta Biswa Sarma lays foun... सरकार se फंड मिल ने के बाद भी काम नहीं...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: ધારી તુલસીશ્યામ રોડ પર જીરાના વળકંમાં ફોરવ્હીલ અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 10:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી ધારી તુલસીશ્યામ રોડ પર જીરાના વળકં પાસે ફોરવ્હીલ અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

અમરેલી જિલ્લાના ધારી તુલસીશ્યામ રોડ પર આવેલા જીરાના વળકં પાસે એક ફોરવ્હીલ અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માત અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડ્યા હતા. જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા મોટરસાયકલ ચાલક કરમદડી ગામના રહીશ છે. જ્યારે બીજી તરફ અકસ્માતમાં સામેલ ફોરવ્હીલ ગાડીના ચાલક ખીસરી ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App