🔥 ट्रेंडिंग गुमानी स्टेशन पर इंटरसिटी एक्सप्रेस के... बीएमसी ने 6 जुलाई को मुंबई में स्कूलों... कोलकाता और दक्षिण बंगाल में 3–4 दिन भा... दक्षिण बंगाल में भारी बारिश का चेतावनी... तेलुगू सिनेमा ने बॉलीवुड को पीछे छोड़ा... एपीएससीएबीएल ने एपीसीओबी के सहकारी बैं...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અમદાવાદના નવા નિકોલની સરવા રેસીડન્સી સોસાયટીમાં ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન યોજાયું

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 20 सित. 2026, 12:55 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં આવેલી સરવા રેસીડન્સી સોસાયટીમાં શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ગણેશ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં આવેલી સરવા રેસીડન્સી સોસાયટીમાં આજે ગણેશ વિસર્જન કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. આ શુભ પ્રસંગે સોસાયટીના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિઘ્નહર્તા દેવને ભાવભીની વિદાય આપી હતી.

ગણેશ વિસર્જનના આ પાવન અવસરે સોસાયટીમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીની માતાઓ, બહેનો, યુવાનો અને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક રાસ ગરબા રમવામાં આવ્યા હતા. ગણેશ ભક્તિના રંગે રંગાઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે સોસાયટીના વડિલોએ પણ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાયમાન બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગેનો અહેવાલ દર્શનભાઇ જાંસોલીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
📲Get App