પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લાની એસ.ઓ.જી. શાખા દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, આદિપુર ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થો તથા ડ્રગ્સના ગંભીર દુષ્પરિણામો અંગે વિસ્તૃત જાણકારી આપવાનો હતો. સાથે જ તેમને નશાના વ્યસનથી દૂર રહેવા અને નશા મુક્ત સમાજના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવાનો પણ હેતુ રહ્યો હતો
પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લાની એસ.ઓ.જી. શાખા દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, આદિપુર ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થો તથા ડ્રગ્સના ગંભીર દુષ્પરિણામો અંગે વિસ્તૃત જાણકારી આપવાનો હતો. સાથે જ તેમને નશાના વ્યસનથી દૂર રહેવા અને નશા મુક્ત સમાજના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવાનો પણ હેતુ રહ્યો હતો.
સેમિનારમાં નાર્કોટિક્સ ડ્રગ્સના પ્રકારો, તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા ગંભીર અસરો, કૌટુંબિક અને સામાજિક જીવન પર પડતી નકારાત્મક અસરો તથા કાનૂની જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વધુમાં, નશા મુક્ત ભારત અભિયાનના મહત્વને સમજાવતા અધિકારીઓએ યુવાનોને આવા કુવ્યસનોથી દૂર રહી, સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવા અપીલ કરી હતી.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં નશાના વ્યસન સામે જાગૃતિ ફેલાવવાનું અને યુવા પેઢીને સુરક્ષિત રાખવાનું કાર્ય સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે. તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ ખાતે યોજાયેલ આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.