Religion
અમરેલી જીલ્લાના જાફરાબાદમાં બરફનાં શિવલિંગનું દર્શન, ભક્તોનું ઉમટેલું ભીડ
શ્રાવણ માસમાં જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફમાંથી બનાવેલ શિવલિંગનું દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં શ્રાવણ માસની પવિત્રતા ઉજવવા માટે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફનાં શિવલિંગ બનાવવાની અનોખી ધાર્મિક પરંપરા ચાલી રહી છે. આ પરંપરા છેલ્લા ૧૧ વર્ષથી દર વર્ષે શ્રાવણ મહિનામાં ચાલુ છે અને આ વર્ષે પણ ભક્તો માટે મનોહર બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
વરાળ ભરેલી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ ઉત્સાહપૂર્વક આગળ વધ્યા. શિવલિંગનું દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે, અને સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.
મંદિરના પૂજારી છગનપરી બાપુ સાથે હરેશભાઈ જોશી, કિશોરભાઈ જોશી, પ્રવીણ દાદા, ધુધાભાઈ ધાખડા, છગનભાઈ સોલંકી, અશોકભાઈ ડાભી, રામભાઈ રબારી, રાકેશભાઈ મકવાણા, બદરૂભાઈ વાળા, પુંજાભાઈ જોલીયા, ભાવેશ મકવાણા, નારણભાઈ જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમસ્ત ભાડા ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર હતા.
બરફનાં શિવલિંગનું દિવ્ય દર્શન કરીને ભક્તો ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવતા, તેમની અતૂટ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત થઈ રહી છે. આ અનોખો ધાર્મિક પ્રયોગ શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવ પ્રત્યેની અવિભાજ્ય ભક્તિનું પ્રતીક બની રહ્યો છે.