🔥 TRENDING India Declares Indus Waters Treaty Arb... FIR against Rahul Gandhi in Haldwani t... Centre Warns Facebook, Instagram Porn... US Army Secretary Dan Driscoll Resigns... NCLT forms first-ever 5-member Bench t... NEET Counselling Delays MBBS Academic...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા ઈદે મિલાદના જુલુસમાં પોલીસની માનવતાભરી કામગીરીની લોકોમાં પ્રશંસા

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Aug 2026, 12:17 AM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા ઈદે મિલાદના જુલુસમાં પોલીસની માનવતાભરી કામગીરીની લોકોમાં પ્રશંસા

અમરેલી/રાજુલા: રાજુલા શહેરમાં ઈદે મિલાદ નિમિત્તે યોજાયેલા ભવ્ય જુલુસ દરમિયાન રાજુલા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

રાજુલાના હોસ્પિટલ ચોક વિસ્તારમાં ઈદે મિલાદના જુલુસ દરમિયાન હજારોની માનવ મેદની એકત્રિત થઈ હતી. તે દરમિયાન દર્દીને લઈને પસાર થઈ રહેલી 108 એમ્બ્યુલન્સ જુલુસમાં ફસાઈ ન જાય તે માટે રાજુલા પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. કોલાદરા સહિત પોલીસ સ્ટાફે ભારે ભીડ વચ્ચે 108 એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે રસ્તો પસાર કરાવ્યો હતો. પોલીસની સમયસૂચક કામગીરીને કારણે દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને સરળતાથી આગળ વધવા માટે માર્ગ મળ્યો હતો.

પોલીસની આ માનવતાભરી અને ફરજ પ્રત્યેની સતર્કતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજુલા પોલીસની કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
📲Get App