🔥 TRENDING આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/... મહેસાણા-રાધનપુર રોડ પર બાઇક અકસ્માત: ત... બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રક્ષા... Bhagalpur: Sister Searches for Brother... Jaipur Police Solve Murder of Elderly... ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો માટે મોટા સમ...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

રાજુલા, અમરેલીમાં બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક જનોઈ પરિવર્તન કાર્યક્રમ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 28 Aug 2026, 05:52 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા શહેરમાં વેદમાતા ગાયત્રી મંદિર હોલમાં બ્રહ્મસમાજની પરંપરાગત સામૂહિક જનોઈ પરિવર્તન અને ધાર્મિક વિધિનું આયોજન થયું.

રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક જનોઈ પરિવર્તન અને ધાર્મિક વિધિનું આયોજન વેદમાતા ગાયત્રી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં આચાર્ય શ્રી બળવંતરાય શાસ્ત્રીજીના આચાર્યપદે સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન સાથે જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી. યજ્ઞોપવીતનું પૂજન-અર્ચન, સૂર્યપૂજન અને ગાયત્રી મંત્રજાપ સાથે શ્રી વિષ્ણુ, ગણેશ, શિવ અને સપ્તર્ષિનું પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી.

આ પ્રસંગે ભુદેવોએ યજ્ઞોપવીતનું પૂજન-અર્ચન કરી વિધિવત્ જનોઈ ધારણ કરી. મનોજભાઈ વ્યાસ અને પરાગભાઈ જોષી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી, આરતીનો લાભ ચિરાગ બી. જોષી, ભરતભાઈ મહેતા અને ભરતભાઈ રાજગુરુએ લીધો.

બ્રહ્મસમાજના આગેવાનો વિજયભાઈ જોષી, શશિભાઈ રાજગુરુ, દીપકભાઈ ત્રિવેદી, રવિ વડીયા અને કનકભાઈ જાની સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક માહોલમાં જનોઈ પરિવર્તનની વિધિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
📲Get App