🔥 TRENDING दिल्ली पुलिस की जंतर-मंतर पर 10 अक्टूब... Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીના મેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી: 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ
Local

અરવલ્લીના મેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી: 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 24 Aug 2026, 12:18 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો.

અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના સંકલ્પ સાથે આજે મેઘરજ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન અને સંવર્ધન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનભાગીદારી સાથે વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે રાજ્યમાં ૩૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત અને સંરક્ષણ સાથે તે લોકભાગીદારીનું એક હરિયાળું અભિયાન બને તેવો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
📲Get App