🔥 TRENDING BJP प्रदेश अध्यक्ष मदन राठौड़ के कथित... Vijay Deverakonda Draws Parallels Betw... R Madhavan Opens Up About 2008 Film Va... Gunfire hits Tiger Shroff’s car in Juh... Diego Gomez's 51-Metre Strike Against... Paris FC Shatter 34-Year Record with 7...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળમાં શ્રાવણ સુદ દશમના દિવસે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન
Religion

વેરાવળમાં શ્રાવણ સુદ દશમના દિવસે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 22 Aug 2026, 11:06 AM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળમાં દસ દિવસના વ્રત બાદ ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસની દશમના વહેલી સવારે વેરાવળમાં દશામાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહુતિ સાથે આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બહેનો દ્વારા દશામાના વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા અને વહેલી સવારે પૂજા-અર્ચના તથા સાંજે આરતી અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ સુદ દશમના દિવસે વહેલી સવારે ઢોલ-નગારા અને ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા નીકળી હતી. ભીડિયા ભીરભંજન મંદિર સામે બાળ ગંગા તેમજ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ વિસર્જન કાર્યક્રમમાં વેરાવળના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મના આ તહેવારને સમગ્ર શહેરમાં ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
📲Get App