🔥 TRENDING लखनऊ में सरदार पटेल की 151वीं जयंती पर... Meghalaya Minister Metbah Resigns from... Meghalaya Government Touts Cherry Blos... Congress alleges Assam government is p... Tripura Left Front alleges obstruction... Tripura Minister Kishore Barman seeks...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગુજરાત GRD અને TRB જવાનોના બાકી પગાર મુદ્દે કેબિનેટ સેક્રેટરી સમક્ષ રજૂઆત..

✍️ Reporter: S A SHIROYA 🗓 31 Oct 2026, 10:45 PM 👁 114
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) એ ગુજરાતના GRD અને TRB જવાનોના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના બાકી પગાર તથા દિવાળી બોનસની ચુકવણીમાં વિલંબ અંગે ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સમક્ષ સત્તાવાર રજૂઆત કરી..

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાત રાજ્યના GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસના મુદ્દે ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે TRB જવાનોનો ઓક્ટોબર મહિનાનો પગાર બાકી છે, જ્યારે GRD જવાનોને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો પગાર મળ્યો નથી.દિવાળી તહેવારના સમયે પગાર અને બોનસની ચુકવણીમાં વિલંબ થવાથી જવાનો તથા તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..

મુખ્ય માંગણીઓમાં GRD અને TRB જવાનોના બાકી પગારની તાત્કાલિક ચુકવણી, યોગ્ય દિવાળી બોનસની આપણી અને ભવિષ્યમાં સમયસર પગાર મળવા માટે જરૂરી વહીવટી પગલાં લેવામાં આવવા વિનંતી કરવામાં આવી છે.GRD અને TRB જવાનો રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.તેમના પરિશ્રમનું યોગ્ય વળતર સમયસર મળવું જરૂરી છે અને હ્યુમન રાઈટ્સ ફેડરેશન આ મુદ્દા પર લડત ચાલુ રાખશે.જવાનોને વિનંતી કરવામાં આવે છે.
📲Get App