વિરમગામ રબર કિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હાંસલપુર GIDCમાં દિવાળી બોનસ મુદ્દે કામદારોમાં રોષ, હડતાળની ચીમકી
કેટલાક કામદારોને અડધુ બોનસ તો કેટલાકને શૂન્ય બોનસ મળતાં કામદારોમાં અસંતોષ ફેલાયો
વિરમગામના હાંસલપુર GIDC વિસ્તારમાં આવેલી રબ્બર કિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિવાળી બોનસ મુદ્દે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવાળી બોનસની વહેંચણીમાં ભેદભાવ કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે કામદારોમાં અસંતોષ ફેલાયો છે. કેટલાક કામદારોને અધધ બોનસ આપવામાં આવ્યું હોવાનો, જ્યારે કેટલાક કામદારોને શૂન્ય બોનસ મળ્યો હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
કામદારોના જણાવ્યા મુજબ યોગ્ય અને સમાન બોનસ ન મળતાં કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. આ મામલે કામદારો દ્વારા યોગ્ય બોનસની માંગ ઉઠાવવામાં આવી છે. જો કામદારોને યોગ્ય બોનસ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની અને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હવે કંપનીના સંચાલકો દ્વારા કામદારોની માંગ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ