🔥 TRENDING Manipur CM Khemchand urges action agai... Meghalaya Deputy CM Dhar Announces Pen... Meghalaya Disburses Rs 93.7 crore Scho... Kangana Ranaut showcases first Meghala... Tripura Assembly hails Asmita Dey’s hi... Procam Unveils ‘HDOR – 100 Days Of Run...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પંજાબના જલંધર ખાતેથી ગુજરાત સહિત દેશભરના 75 પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પંજાબના જલંધર ખાતેથી ગુજરાત સહિત દેશભરના 75 પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 07:39 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પંજાબના જલંધર ખાતેથી ગુજરાત સહિત દેશભરના 75 પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

ગુજરાત માટે ગૌરવની વાત છે કે આજે લોકાર્પણ થયેલા સ્ટેશનોમાં આપણા રાજ્યના 4 સ્ટેશનો પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ 87 સ્ટેશનોનો આ યોજના અંતર્ગત તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા વડોદરાના રૂ. 72 કરોડના ખર્ચે અનેક સુવિધાઓથી સજ્જ થયેલા પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનવાનો અવસર મળ્યો.

વિકાસ અને વિરાસતના સંગમ સાથે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ દ્વારા નાગરિકોની સુખાકારીમાં સતત વધારો કરવા બદલ માનનીય વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર.
📲Get App