Politics
સુરત: શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 12 સભ્યો બિનહરીફ જાહેર, 14 નામોની યાદી જાહેર થતાં સર્જાયો હતો ગોટાળો
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 સભ્યોની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જોકે, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ દ્વારા 14 નામોની યાદી જાહેર થતાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું માળખું ખૂબ વિશાળ છે, જેમાં 1000 કરોડનું બજેટ, 380 શાળાઓ, 4500 શિક્ષકો અને લગભગ 2 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમિતિ માટે 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી. જોકે, સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના માત્ર 4 અને કોંગ્રેસના 1 જ નગરસેવક હોવાથી વિપક્ષ પાસે ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નહોતું. વિપક્ષને પોતાની હાર નિશ્ચિત જણાતા તેમણે કોઈ પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો, જેના કારણે ભાજપના તમામ 12 સભ્યો બિનહરીફ જાહેર થવાની તૈયારીમાં છે.
વિપક્ષ દ્વારા કોઈ ઉમેદવાર ન ઉતારવામાં આવતા ચૂંટણી યોજાવાની શક્યતા નહોતી. જોકે, 1લી ઓક્ટોબરે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ મેયર દ્વારા ભાજપના આ તમામ 12 સભ્યોને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. આ પરિણામથી શિક્ષણ સમિતિમાં ભાજપનો દબદબો યથાવત રહેશે.
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ દ્વારા એક અણધાર્યો ગોટાળો સામે આવ્યો હતો. બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને સમિતિમાં 12 સભ્યો ચૂંટવાના હતા. પરંતુ, આશ્ચર્યજનક રીતે શહેર ભાજપે 14 નામોની યાદી જાહેર કરી દીધી હતી. આ યાદી બહાર આવતા જ ભાજપમાં ભારે માથાકૂટ શરૂ થઈ હતી કે અંતિમ ઘડીએ કયા બે ઉમેદવારો પાસે ફોર્મ ન ભરાવવું. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સતત સંપર્કમાં રહી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. શિક્ષણ સમિતિના ઇતિહાસમાં આવો ગોટાળો પ્રથમ વખત બન્યો હતો.