🔥 ट्रेंडिंग भारत कहता है कि वीटो के बिना नई स्थायी... धार्मिक कार्यक्रम में मंत्रोच्चार से द... ବରଗଡ଼ ଧନୁଯାତ୍ରା; କଂସ ଭୂମିକାରୁ ଓହରିଲେ ସୁ... तेलंगाना‑जन्मी रिपब्लिकन सरिता कोमातिर... सचिन (गोलू) जयसवाल ने बड़ी बिजासन से ख... ओडिशा में चक्रवात अर्नब की चेतावनी, चि...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

11 મહિનામાં 8મી વાર અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, નારાયણ ગુરુ-પોદાર ઈન્ટર.-વિદ્યા ભારતી, સી.એનમાં દોડધામ

✍️ रिपोर्टर: Naresh Thakor 🗓 27 अक्टू. 2026, 11:28 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ ચાર સ્કૂલને ધમકી નારાયણ ગુરુ સ્કૂલ, સેટેલાઇટ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ચાંદખેડા વિધા ભારતી સ્કૂલ, સેટેલાઇટ સી.એન વિધાલય, આંબાવાડી

અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સાથે વિધા ભારતી સ્કૂલ અને સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીને પગલે વાલીઓને બાળકોને સ્કૂલ લેવા પહોંચી છે. સ્કૂલે પોલીસ જાણ કરતા સ્થાનિક પોલીસ સ્કૂલ પર પહોંચી છે. સ્કૂલમાં બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા| તપાસ કરવામાં આવશે. છેલ્લા 11 મહિનામાં 8મી વખત અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.

દિલજીતના કોન્સર્ટનો પણ ધમકીના મેઈલમાં ઉલ્લેખ

ફરી એકવાર પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈને પણ ધમકી અપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ| આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પોતાના બાળકને દલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્કૂલોને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના| આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, જે સ્કૂલને ધમકી ભર્યાં ઈમેલ મળ્યા છે તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાંથી તમામ બાળકને સુરકિ્ષત બહાર કાઢીને માતા| પિતાને સોંપી દેવા આદેશ કરવામાં આવ્યો છે. તપાસમાં પોલીસને સહકાર આપવા પણ જાણ કરવામાં આવી છે.
📲Get App