🔥 TRENDING સુરતમાં કિરણ ચોકની બાપા સીતારામ ફાર્મ... ಕರ್ನಾಟಕ ಸಾರಿಗೆ ಸಚಿವರು KSRTC, BMTC ಟಿಕೆ... સુરતની લાજપોર જેલમાં કેદી શંભુલાલ આડાન... CC રોડ પ્રોજેક્ટમાં માત્ર 15% કામ પૂરુ... સુરતમાં નેશનલ હાઈવે‑48 પર તેલનું છટકાવ... સુરતમાં બારડોલીમાં ભારતીય જનતા પાર્ટી...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં ST વર્કશોપથી સૂર્ય બંગલા સુધી રોડ પર તાત્કાલિક બમ્પ મૂકવા બાબત માંગણી

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Nov 2026, 10:58 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં ST વર્કશોપથી સૂર્ય બંગલા સુધી રોડ પર તાત્કાલિક બમ્પ મૂકવા બાબત માંગણી

રાજુલા શહેરમાં એસ.ટી. વર્કશોપથી સૂર્ય બંગલા સુધીના રોડ પર છતડીયા રોડ તરફ અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2 થી 3 અકસ્માત થયા છે. ત્રણ ચાર વર્ષ પહેલા વેપારી બચુભાઈ શિયાળની પૌત્રીનું અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું.
આ રોડ ઉપર 6 થી 7 જેટલી શાળાઓ આવેલી છે અને હજારો માણસો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. વિદ્યાર્થીઓની સલામતી માટે આ રોડ પર તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર બમ્પ મૂકવામાં આવે તેવી લાગણી સાથે માંગણી છે.
રાજુલા શહેર કિસાન મોરચા મહામંત્રી વનરાજભાઈ મકવાણા દ્વારા કાર્યકારી ઈજનેરશ્રી, આર.એન.બી. વિભાગ અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જાહેર જનતા અને શાળાના બાળકોની સલામતીને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.

વનરાજભાઈ મકવાણા
મહામંત્રી કિસાન મોરચા રાજુલા શહેર
દેવશીભાઈ બાંભણિયા
📲Get App