🔥 ट्रेंडिंग शिवहर में 4 नवम्बर 2026 को आयोजित जिला... गुजरात ने 426 करोड़ रुपये के पर्यटन पु... जम्मू-कश्मीर के एलजी मनोज सिन्हा ने सु... इंदौर में RSS की कार्यकारी मंडल की बैठ... કારજન એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલ જ... जगतगुरु रामानंदाचार्य राजस्थान संस्कृत...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરને ₹૪૨૬.૭૦ કરોડના વિકાસકાર્યોની ભેટ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 अक्टू. 2026, 01:14 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગર ખાતે ₹૪૨૬.૭૦ કરોડના ખર્ચે ૨૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કુલ પ્રોજેક્ટ્સ પૈકી ₹૩૦૭.૮૦ કરોડના ૧૯ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ₹૧૧૮.૯૦ કરોડના ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ₹૫૯.૩૦ કરોડનો ગોરા-ભદ્રા રોડ, ₹૩૬.૬૦ કરોડનો સ્માર્ટ ઝીરો વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ખલવાની બ્રિજ, ઇકો ટુરિઝમનો વિકાસ અને નર્મદાના પાણીથી વિવિધ તળાવો ભરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન, વાઘડિયા રોડનું પહોળાઈકરણ તથા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સહિતનાં કામો પણ હાથ ધરાશે.
લોકાર્પણ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ₹૫૦ કરોડની IRCTC હોટલ, સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સની સુવિધાનો વિસ્તાર, ફસાડ લાઇટિંગ, પરેડ ટ્રેક અને કોલોની રોડનો સમાવેશ થાય છે. પ્રવાસન સુવિધા વધારવા ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી બોટ, ઘાટનું સૌંદર્યીકરણ, રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ, સ્ટાફ ક્વાર્ટર્સ તથા મોખડી ખાતે ટર્મિનલ બિલ્ડિંગ અને જેટીનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત ઇકો ટ્રેઇલ, ગ્લો ગાર્ડન, CISF બેરેક, વિવિધ સ્થળોએ શિલ્પોની સ્થાપના, બે વિસ્ટાડોમ બસ અને બે ઇલેક્ટ્રિક બસો સહિત વોટર સ્ટેશન, વોકવે, ફુવારા અને અન્ય માળખાકીય સુવિધાઓનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, સરદાર સરોવર નિગમના ચેરમેન મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો થકી એકતાનગરમાં પ્રવાસન, પરિવહન, સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનને વેગ મળવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં વધુ સુવિધાઓનો ઉમેરો થશે.
📲Get App