🔥 TRENDING પ્રકૃતિ, રંગો અને રમત—શીખવાની મજેદાર દ... സാമൂഹിക ഐക്യദാർഢ്യ പക്ഷാചരണം സംഘടിപ്പി... જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો;... ગુજરાત સરકારનો સ્પષ્ટ નિર્ધાર, શ્રમિક... જામનગરમાં નવરાત્રી પહેલા પોલીસ એક્શનમા... Delhi Metro to Shut 57 Stations Ahead...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર

હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 06:14 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર આપ્યું,યાત્રામાં ગૌ માતા પણ સાથે જોડવામાં આવ્યા હતા

આજે દેશભરમાં જિલ્લા મથકે સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ભવ્ય ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે હિંમતનગરમાં હરસિધ્ધિ માતાજીના મંદિરેથી ગૌ સન્માન યાત્રા નીકળી હતી કલકેટર કચેરીએ પહોંચી કલેક્ટરને 4.74 લાખ સહીવાળું પ્રાર્થના પત્ર સંતો મહંતોના હસ્તે કલેક્ટરને આપ્યું હતું.આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ગૌ સન્માન યાત્રા યોજાશે.
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગર માં હરસિધ્ધિ માતાજીના મંદિરે સાબરકાંઠા જિલ્લાના વિવિધ હિન્દૂ સંગઠન,સંપ્રદાય,ગ્રામજનો,ખેડૂતો અને પશુપાલકો સહિત મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થઈને સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા આયોજિત ગૌ સન્માન યાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ યાત્રામાં ગૌ માતાને રથમાં સાથે રાખવામાં આવ્યા હતા.આ યાત્રા એસપી ઓફીસ થઈને બહુમાળી ભવન પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.જ્યાં ગૌ માતાને રાષ્ટ્રમાતા નો સર્વોચ્ચ મળે તેને લઈને 4.74 લાખ સહીઓ કરેલું પ્રાર્થના પત્ર સંતો મહંતોના હસ્તે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.ઉપસ્થિત સૌએ ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપવા માટે રજુઆત કરી હતી.ત્યારે આગામી ઓક્ટોમ્બર મહિનામાં રાજ્ય કક્ષાએ ગૌ સન્માન યાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવશે.
📲Get App