🔥 ट्रेंडिंग आर्चना पौराण सिंह: 'कुच कुच होता है' भ... असम में जनगणना कार्य: डेटा से बने सरका... '418 द फ़िल्म' का ट्रेलर रिलीज़ स्थगित अन्वाय काइन केयर ने 10 वर्ष पूरे किए,... आज तक न्यूज ने संजय ओझा पर रोशनी डाली हिमाचल में बारिश‑जनित भूस्खलन से 134 स...
26 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટીમ હિંમતનગર નગરપાલિકા દ્વારા

ટીમ હિંમતનગર નગરપાલિકા દ્વારા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 जुल. 2026, 09:20 PM 👁 34
ટીમ હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસતા વરસાદ દરમિયાન પણ નાગરિકોની સુખાકારી અને શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ, રસ્તાઓ ઉપરથી વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ ગટર લાઇનની સફાઈ જેવી કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી હતી. ભારે વરસાદ હોવા છતાં ટીમના કર્મચારીઓ મેદાનમાં હાજર રહી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

આ ઉપરાંત નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલ ફરિયાદોને પ્રાથમિકતા આપી સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિમાં પણ TEAM Himatnagar Nagarpalika દ્વારા કરાયેલ આ કામગીરી શહેર પ્રત્યેની જવાબદારી અને જનસેવાના ભાવને પ્રતિબિંબિત કરે છે. નાગરિકોના સહકાર સાથે શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા માટે નગરપાલિકા સતત પ્રતિબદ્ધ છે.
📲Get App