🔥 TRENDING ചെറിയമുണ്ടം സ്മാർട്ട് വില്ലേജ് ഓഫീസ് ഉ... Kareena Kapoor Khan Dazzles in White T... Katrina Kaif Speaks Out on Postpartum... Kolkata Forecast: Rain Likely to Dampe... आगरा खंड स्नातक चुनाव: अम्बरीश पाल सिं... Supreme Court Sets Oct 16 Hearing for...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાણસ્મા–હારીજ–સમી–રાધનપુર નવી રેલવે લાઇનને ગતિ આપવા મહત્વપૂર્ણ રજૂઆત

ચાણસ્મા–હારીજ–સમી–રાધનપુર નવી રેલવે લાઇનને ગતિ આપવા મહત્વપૂર્ણ રજૂઆત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 09:38 AM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચાણસ્મા–હારીજ–સમી–રાધનપુર નવી રેલવે લાઇનને ગતિ આપવા મહત્વપૂર્ણ રજૂઆત

આજ રોજ પાટણ લોકસભાના સાંસદશ્રી ભરતસિંહજી ડાભી અને મહેસાણા લોકસભાના માનનીય સાંસદશ્રી હરિભાઈ પટેલ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી માનનીય શ્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી ચાણસ્મા–હારીજ–સમી–રાધનપુર નવી રેલવે લાઇનનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તે માટે વિગતવાર લેખિત રજૂઆત કરી.

આ રેલવે પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના વિકાસ માટે અત્યંત મહત્વનો છે. આ રેલવે લાઇનનું નવીનીકરણ થવાથી ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર સહિત સમગ્ર વિસ્તારના લાખો નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક રેલવે સેવા મળશે. સાથે જ વેપાર, કૃષિ, રોજગાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળશે.

મારા પાટણ લોકસભા સંસદીય મતવિસ્તારના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ છું અને આ મહત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટનું કામ વહેલી તકે શરૂ થાય તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ સતત અનુસરણ કરતો રહીશ.
📲Get App