🔥 TRENDING हजारीबाग के सरकारी कर्मचारी पर 100 रुप... ओतुर मार्केटमध्ये तरकारी भाजीपाल्याची... प्रभारी आयुक्त भाग्यश्री विसपुते यांची... UP MLA Bedi Ram says Agniveer scheme c... जयनगर के स्वर्गीय पंडित कुशेश्वर झा: ग... Thomas Cook India Opens First Outlet i...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ
Local

ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ

✍️ Reporter: Rahod Alpeshkumar 🗓 23 Jul 2026, 08:56 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય હવામાન વિભાગે ૨૩/૦૭/૨૦૨૬ થી ૨૫/૦૭/૨૦૨૬ સુધી ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૨૪/૦૭/૨૦૨૬ થી બંધ રહેશે.

ભારતીય હવામાન વિભાગે ૨૩/૦૭/૨૦૨૬ થી ૨૫/૦૭/૨૦૨૬ સુધી ખેડા જિલ્લામાં ભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે અનિચ્છનીય બનાવો અટકાવવા માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જરૂરિયાત જણાય છે.

જિલ્લા કલેકટર શ્રી એન. વી. ઉપાધ્યાય, ખેડા જિલ્લો, નડીઆદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે, સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો ફરમાવા છે.

આ જાહેરનામું ૨૪/૦૭/૨૦૨૬ (શુક્રવાર)થી અમલમાં રહેશે અને ખેડા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ તારીખથી શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ રાખવી પડશે.

જાહેરનામાનું કોઈપણ ખંડનું ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહીતાની કલમ 223 મુજબ શિક્ષણપાત્ર થશે.
📲Get App