🔥 TRENDING પ્રાંતિજ ചെറിയമുണ്ടം സ്മാർട്ട് വില്ലേജ് ഓഫീസ് ഉ... Kareena Kapoor Khan Dazzles in White T... Katrina Kaif Speaks Out on Postpartum... Kolkata Forecast: Rain Likely to Dampe... आगरा खंड स्नातक चुनाव: अम्बरीश पाल सिं...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છેવાડાના જરૂરિયાતમંદ માનવીને પોતાનું સ્વપ્નનું ઘર મળે તે દિશામાં  સરાહનીય પગલું...

છેવાડાના જરૂરિયાતમંદ માનવીને પોતાનું સ્વપ્નનું ઘર મળે તે દિશામાં સરાહનીય પગલું...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 05:47 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છેવાડાના જરૂરિયાતમંદ માનવીને પોતાનું સ્વપ્નનું ઘર મળે તે દિશામાં સરાહનીય પગલું...

સાબરકાંઠાના ઇડર તાલુકાની ચિત્રોડા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૦ પાત્રતા ધરાવતા ઘરવિહોણા લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો વિતરણ કરી સ્થળ પર જ ભૌતિક કબજો સોંપવામાં આવ્યો.

ઇડર તાલુકા વિકાસ અધિકારી તથા સ્થાનિક ટીમની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્લોટનો કબજો સુપ્રત કરી પોતાનું પાકું ઘર નિર્માણ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. રાજ્યના દરેક પરિવારને સુરક્ષિત અને સુવિધાજનક છત પૂરી પાડી તેમના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા સાબરકાંઠા વહીવટીતંત્ર સતત કટિબદ્ધ છે.
📲Get App