🔥 TRENDING Delhi Faces Humid Heat Shivpuri Police Search for Stolen Cann... NEET Paper Leak Sparks Chaos Nagda BCom Exam Dispute Bhopal Receives 3 Inches Rain Ayesha Khan Responds to Bollywood 'No...
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ફ્રોડસ્ટર્સના જાળમાંથી મુક્ત કરાવાયા”

હિંમતનગર ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ફ્રોડસ્ટર્સના જાળમાંથી મુક્ત કરાવાયા”

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 05:40 PM 👁 16
"ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ફ્રોડસ્ટર્સના જાળમાંથી મુક્ત કરાવાયા”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લામાં સાયબર ક્રાઇમ દ્ધારા સીનીયર સીટીજનો સાથે થતા ઓનલાઇન છેતરપીંડી કરવાના ગુનાઓ વધતા જતા હોય જે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા યોગ્ય સૂચના આપેલ હોય જે અનુસંધાને હિંમતનગરમાં રહેતા એક સિનિયર સીટીઝનને મુંબઈ પોલીસના નામે ડરાવી-ધમકાવીને 'ડિજિટલ એરેસ્ટ' કરી છેતરપિંડી કરવાના સાયબર ફ્રોડસ્ટર્સના પ્રયાસને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ તથા Axis Bank ના સંયુક્ત પ્રયાસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવેલ છે.

બનાવની વિગત:

હિંમતનગરના રહીશ ૭૫ વર્ષીય શ્રી રસિકભાઈ મોદી અને તેમનાં ધર્મપત્ની ગત રવિવાર, તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. રસિકભાઈ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપી હતી.

સાયબર ગઠિયાએ રસિકભાઈને ડરાવતા જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. આ સિમ કાર્ડનો ઉપયોગ 'નરેશ ગોયલ' નામના વ્યક્તિ દ્વારા મોટા ફ્રોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનામાં તેમની સીધી સંડોવણી હોવાનો દાવો કરી, તેમની ધરપકડ કરવામાં આવશે તેવો ડર બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, બોગસ પોલીસ અધિકારીએ રસિકભાઈ અને તેમનાં પત્નીને ઓનલાઈન વીડિયો કોલ પર રહેવાની ફરજ પાડી 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા. તેઓને આ કેસમાંથી બહાર નીકળવા માટે પૈસાની માંગણી કરતા તેઓ ડરી જવાથી પૈસા ચૂકવણી કરવા તૈયાર થયેલ હતા.

તેઓ માંગણી કરેલ પૈસાની ચૂકવણીની સગવડ સારૂ બેંકના લોકરમાં રહેલ ઘરેણાં તથા એફ.ડી. વિડ્રો કરાવવા એક્સીસ બેંકમાં ગયેલ ત્યાં એક્સીસ બેંકના કર્મચારી વૃદ્ધ દંપતીને ગભરાયેલા જોઇ તથા એફ.ડી. વિડ્રો કરવાનુ કોઇ સ્પષ્ટ કારણ જણાવતા ન હોવાથી બેંક કર્મચારી દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી માહીતી આપેલ હતી.

આ બનાવની જાણ સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને થતાં, સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બેંકમાં જઇ વૃદ્ધ દંપતીનો સંપર્ક કરી તેમની સાથે વાતચીત કરી તેમને ખાતરી આપી હતી કે આ કોઈ અસલી પોલીસ નથી, આ ડીજીટલ એરેસ્ટ સ્કેમ છે. ત્યારબાદ તેઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને લાવી તેમની સાથે થયેલ બનાવ અંગે ઉંડાણમાં ચર્ચા કરી તેમને આ ડીજીટલ એરેસ્ટના સ્કેમ અંગે માહીતગાર કરી વૃદ્ધ દંપતીને ડીજીટલ એરેસ્ટના સ્કેમમાંથી ભયમુક્ત કરી, મોટી નાણાકીય છેતરપિંડી થતી અટકાવવામાં આવેલ છે.

નાગરિકો માટે સાયબર સુરક્ષા અપીલ:

ભારતની કોઈપણ પોલીસ એજન્સી, સીબીઆઈ (CBI), કસ્ટમ્સ કે અન્ય કોઈ તપાસ સંસ્થા ક્યારેય વીડિયો કોલ મારફતે પૂછપરછ કરતી નથી કે 'ડિજિટલ એરેસ્ટ' કરતી નથી.

પોલીસ ક્યારેય ફોન પર સમાધાન માટે પૈસાની માંગણી કરતી નથી.

તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડના નામે કોઈ ગુનો નોંધાયો છે તેવા ડરામણા કોલ આવે તો ગભરાશો નહીં.

આવો કોઈ પણ શંકાસ્પદ કોલ આવે તો તુરંત જ કોલ કાપી નાખો અને સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ (1930) પર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો.

"સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી”

(એચ.પી.ઝાલા)

પોલીસ ઇન્સ્પેકટર
📲Get App