🔥 ट्रेंडिंग छत्तीसगढ़ कोर्ट ने पूर्व क्रिकेटर राजे... सीजीआई कान्ट ने संसद मार्च में पुलिस ह... कुंडरथूर के पास स्कूल बस में आग लगी, क... करोल भांग पीजी में आग लगी, कोई घायल नह... भारत ने 12 चीनी नाविकों को बचाया, चीन... क्रूज़ मृत्यु के बाद एफबीआई ने स्टेपब्...
22 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી

સાબરકાંઠા જિલ્લામાં હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 जुल. 2026, 03:38 PM 👁 30
સાબરકાંઠા જિલ્લામાં હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ, (IPS) સાહેબની સુચનાથી હાઇવે ટાસ્ક ફોર્સની કામગીરી ગે.કા. પાર્કિંગ અને રિફ્લેક્ટર વિનાના વાહન ચાલકો વિરૂધ્ધ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં જિલ્લા ટ્રાફિક શાખા પો.સ.ઈ.શ્રી એ.વી. જોષી તથા આર.ટી.ઓ.શ્રી એમ.ડી.પટેલ તેમજ પોલીસ અને આર.ટી.ઓ. કચેરીના કર્મચારીઓ સાથે હાઇવે ટાસ્ક ફોર્સ અંગેની કામગીરી અનુસંધાને નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર તા.૨૧/૦૭/૨૦૨૬ ના રાત્રીના કલાક ૨૧/૦૦ થી ૨૩/૦૦ સુધી વિશેષ ડ્રાઇવનુ આયોજન કરી રાત્રીના સમયે અકસ્માતો બનતા અટકાવવા સારૂ નેશનલ હાઇવે રોડ પર ટ્રકો દ્વારા હાઇવે રોડ ઉપર આવેલ હોટલો, ઢાબાઓ તથા અન્ય જગ્યાઓએ કરવામાં આવતા ગેરકાયદેસર પાર્કિંગ અંગે કુલ ૧૫ કેસો કરવામાં આવ્યા તેમજ રેડીયમ રિફલેક્ટર લગાડી ટ્રક ચાલકોમાં તથા હોટલો અને ઢાબાઓના સંચાલકોને ટ્રાફિક જાગૃતિ બાબતે વિશેષ કામગીરી કરવામાં આવી.

તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઇવનુ આયોજન કરી ટ્રાફિક અવેરનેશ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે. નાગરીકોને વિનંતી કે તેઓ ટ્રાફિક નિયમોનુ પાલન કરી અમોને સાથ સહકાર આપશો.

(એ.વી.જોષી) પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટ્રાફિક શાખા - સાબરકાંઠા
📲Get App