🔥 TRENDING एशियन गेम्स में स्वर्ण पदक जीतने वाली... ମୟୂରଭଞ୍ଜର ଗୁଣ୍ଡୁରିଆରେ ଶଙ୍କର ଚରଣ ମହାନ୍ତ... इंदौर के निर्वाचन अधिकारी ने 10 अक्टूब... Committee to Submit Anandpur Sahib Cas... ASI Sukhchain Singh Gunned Down in Amr... Ludhiana Corp Issues Strict Warning to...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામ ખાતે સાબરમતી નદી ઉપર રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજનું ઈ-ખાતમુહૂર્ત

પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામ ખાતે સાબરમતી નદી ઉપર રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજનું ઈ-ખાતમુહૂર્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Jul 2026, 12:32 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામ ખાતે સાબરમતી નદી ઉપર રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજનું ઈ-ખાતમુહૂર્ત આવતીકાલે યોજાનાર છે. જેના અનુસંધાને આજે મારા પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ગેડ ગામની મુલાકાત લઈ સાબરમતી નદી ઉપર નિર્માણ પામનારા ગેડ બેરેજના સ્થળનું નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે યોજનાની કામગીરી અને તેના થનારા લાભો અંગે વિગતવાર ચર્ચા કરી. ત્યારબાદ ગેડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નટવરસિંહ રાઠોડના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લઈ ચા પર વિસ્તારના વિકાસ, લોકહિતના વિવિધ પ્રશ્નો તથા આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે આત્મીય ચર્ચા કરી.

રૂ. ૪૧૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગેડ બેરેજ પ્રાંતિજ વિધાનસભા સહિત સમગ્ર વિસ્તાર માટે વિકાસનું નવું સીમાચિહ્ન સાબિત થશે. આ યોજનાથી આશરે ૩૫૩ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે, લગભગ ૮ કિલોમીટર લાંબું સરોવર નિર્માણ પામશે તેમજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ ૧૧ ગામોની અંદાજે ૧૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં વધારો, જળસંચયની ક્ષમતામાં વૃદ્ધિ અને કૃષિ વિકાસને નવી ગતિ મળશે.
📲Get App