🔥 TRENDING વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસે... સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજ બજાવ... Nana Patekar Reveals Why 'Horn OK Plea... Hema Malini Shocked After Receiving Ca... Legal Analyst Medha Pushkarna Reveals... Parvathy Delves into the Humanity of U...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇન્દોર-અસારવા ટ્રેન ગોકુલનગર ફાટક પર અટકી:

ઇન્દોર-અસારવા ટ્રેન ગોકુલનગર ફાટક પર અટકી:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 11:33 AM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઇન્દોર-અસારવા ટ્રેન ગોકુલનગર ફાટક પર અટકી: સ્ટેશન તરફ જતી ટ્રેન રિવર્સ આવતા લોકો આશ્ચર્યચકિતહિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પર શુક્રવારે સવારે ઇન્દોર-અસારવા ટ્રેન સ્ટેશન તરફ જતી વખતે અચાનક ઉભી રહી હતી
હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પર શુક્રવારે સવારે ઇન્દોર-અસારવા ટ્રેન સ્ટેશન તરફ જતી વખતે અચાનક ઉભી રહી હતી અને ત્યારબાદ રિવર્સ આવી હતી. આ ઘટનાથી ફાટક પર ઉભેલા વાહનચાલકો અને સ્થાનિકો આશ્ચર્યચકિત થયા હતા.

વાતાનુકૂલિત ૩-ટિયર

પ્રાથમિક માહિતી અનુસાર, ઇન્દોરથી અસારવા જતી આ ટ્રેન ગોકુલનગર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે
પ્રાથમિક માહિતી અનુસાર, ઇન્દોરથી અસારવા જતી આ ટ્રેન ગોકુલનગર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક થંભી ગઈ હતી. થોડા સમય બાદ તે રિવર્સ દિશામાં પાછી ફરી હતી, જેના કારણે બંધ ફાટકની બંને તરફ ઉભેલા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

જોકે, ટૂંક સમયમાં જ ટ્રેન ફરીથી સ્ટેશન તરફ આગળ વધી હતી અને તેના નિર્ધારિત માર્ગે રવાના થઈ હતી.

સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ, ટ્રેનની સામે કોઈ વ્યક્તિ પાટા પર આવી ગયો હતો, જેને જોઈને લોકો પાયલટે ટ્રેન રોકી હતી અને રિવર્સ લીધી હતી. તે વ્યક્તિ પાટા પરથી ખસી જતા ટ્રેન ફરીથી તેના નિર્ધારિત માર્ગે આગળ વધી હતી
📲Get App