🔥 TRENDING Youth abducted in broad daylight in Su... Masked men assault couple at Chitrakoo... Jaipur’s Ram Niwas Bagh to Get New Foo... विश्व रेबीज़ दिवस पर भोपाल में जागरूकत... हाडहा में नेटवर्क नहीं आता है ಗಣೇಶ
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં અસામાજિક તત્વોને જાહેરમાં કાયદાનો પાઠ, એસઓજીએ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી માફી મગાવી

સુરતમાં અસામાજિક તત્વોને જાહેરમાં કાયદાનો પાઠ, એસઓજીએ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી માફી મગાવી

✍️ Reporter: Patel Bhavik Harshadbhai 🗓 15 Jul 2026, 10:17 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. સલાબતપુરા રેલ રાહત કોલોનીમાં રહેતા એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની સામે જાતિવિષયક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સુરત એસઓજીએ ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓમાં કાયદાનો ભય ઉભો થાય અને સમાજમાં ખોટો સંદેશ ન જાય તે માટે એસઓજીએ ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. કાર્યવાહી દરમિયાન આરોપીઓને જાહેરમાં પોતાની ભૂલનો સ્વીકાર કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હોવાનું પોલીસે જણાવ્યું.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સ્થાનિકોએ પોલીસની આ કડક કામગીરીને આવકારી અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવા બદલ પ્રશંસા વ્યક્ત કરી. પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
📲Get App