🔥 TRENDING Prudent Media Launches 'Goa 360° Prime... Novotel Goa Names Rebecca Rodrigues As... Assam Rifles, Nagaland Police Intensif... Assam Rifles Officer Killed in Nagalan... Nagaland Dear Lottery Results Announce... Manipur CM Congratulates MPSC 2022 Top...
15 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ જિલ્લા સેવા સદન

આજરોજ જિલ્લા સેવા સદન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 10:33 AM 👁 25
આજરોજ જિલ્લા સેવા સદન મહીસાગર ખાતે યોજાયેલી વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ ઉપસ્થિત રહી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યોની ભૌતિક તેમજ નાણાકીય પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના હોદ્દેદારો, લોકપ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વર્તમાન સ્થિતિ, સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની દિશામાં થઈ રહેલા પ્રયાસો તથા બાકી રહેલા કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તથા પ્રગતિ હેઠળના કામોમાં વધુ ઝડપ લાવવા, હજુ શરૂ ન થયેલા કાર્યોનો તાત્કાલિક પ્રારંભ કરવા તેમજ દરેક યોજનાનો લાભ સમયસર જનતા સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિકાસના દરેક કાર્યમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે જીઓ-ટેગિંગ સહિતની વ્યવસ્થાઓના અસરકારક અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચે તે માટે તમામ વિભાગોને સંકલિત અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App