🔥 TRENDING Prudent Media Launches 'Goa 360° Prime... Novotel Goa Names Rebecca Rodrigues As... Assam Rifles, Nagaland Police Intensif... Assam Rifles Officer Killed in Nagalan... Nagaland Dear Lottery Results Announce... Manipur CM Congratulates MPSC 2022 Top...
15 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તાલુકાના સર્વાંગી વિકાસ માટે સુદ્રઢ આયોજન... 🤝✨

તાલુકાના સર્વાંગી વિકાસ માટે સુદ્રઢ આયોજન... 🤝✨

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 10:17 AM 👁 26
આજરોજ હિંમતનગર તાલુકા પંચાયત કચેરી ખાતે 'તાલુકા આયોજન સમિતિ' ની અગત્યની બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા

​આ બેઠક દરમિયાન હિંમતનગર તાલુકાના વિકાસલક્ષી વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે હેતુથી વિવિધ વિભાગોમાં મળવાપાત્ર ગ્રાન્ટનું સુવ્યવસ્થિત આયોજન કરી, પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

​આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) શ્રી હાર્દિકસિંહ રાઠોડ, ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નારણભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના આદરણીય સભ્યશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App