🔥 ट्रेंडिंग ୫-ଟି ସ୍କୁଲ ପାଣ୍ଠିରେ ଅନିୟମିତତାର ହେବ ତଦନ... वजीरपुर में कांग्रेस की मुकेशी बाई निर... ଘରୁ ନେଇଗଲେ ୧୫ ଲକ୍ଷ ଟଙ୍କାର ସୁନାଗହଣା ଓ ନ... दावड़ा 33 केवी फीडर में बार-बार बिजली... थैंक्सगिविंग तूफानों के बाद उदयपुर में... జనగామ జిల్లా:కొడకండ్లలో ప్రశాంతంగా ముగ...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ સંદર્ભે માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 28 नव. 2026, 02:11 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭નો પ્રારંભ: તા. ૨૬ ડિસેમ્બર સુધી નામ નોંધણી અને સુધારા કરાવી શકાશે

અમરેલી જિલ્લાના ૧,૩૯૫ મતદાન મથકો પર ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ સંદર્ભે માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

તા. ૨૯ નવેમ્બર, તા. ૬ અને ૧૩ ડિસેમ્બર (રવિવાર)ના રોજ ખાસ મતદાર નોંધણી ઝુંબેશ: મતદાન મથકો પર BLO ઉપસ્થિત રહેશે


અમરેલી તા. ૨૭ નવેમ્બર
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં તા. ૨૭.૧૧.૨૦૨૬ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.

આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મુસદ્દા મતદારયાદીની નકલ આપવામાં આવી હતી. તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા તથા ખાસ ઝુંબેશના દિવસો બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લાના તમામ નાગરિકોને પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં ચકાસી લેવા અનુરોધ કરવામાં આવે છે. તા. ૨૭.૧૧.૨૦૨૬ (શુક્રવાર) થી તા. ૨૬.૧૨.૨૦૨૬ (શનિવાર) સુધીના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા. ૦૧.૦૧.૨૦૨૭ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે, તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.

આગામી તા. ૨૯.૧૧.૨૦૨૬ (રવિવાર), તા. ૦૬.૧૨.૨૦૨૬ (રવિવાર) તેમજ તા. ૧૩.૧૨.૨૦૨૬ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસો હોવાથી જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૯૫ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ (BLO) સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા અને કમી માટેના ફોર્મ્સ સ્વીકારશે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સહિત અમરેલી જિલ્લાના પ્રાંત અધિકારી સર્વશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App